વલસાડ જિલ્લાના ‘સખી' વન સ્ટોપ સેન્ટર દ્વારા તા.૧ જુન થી ૧૦ જુન-૨૦૨૦ દરમિયાન વલસાડ જિલ્લાના સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દી તેમજ તેમના કુટુંબીજનો, વલસાડ તાલુકાના અલગ-અલગ ગ્રામ્ય વિસ્તાર જેવા કે નાનકવાડા, પારડી સાંઢપોર, હાલર, માયાનગરી, નવીનગરી, તેમજ ધરમપુર તાલુકામાં અંદાજીત ૧૭૫ માસ્કનું નિઃશુલ્ક વિતરણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કરવામાં આવ્યું હતું.
‘સખી' વન સ્ટોપ સેન્ટર યોજના ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં આ યોજના વર્ષ-૨૦૧૯માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જાન્યુઆરી -૨૦૨૦ થી આજ દિન સુધી આ યોજના હેઠળ કુલ-૨૬૮ બહેનોને મદદ કરવામાં આવી છે. જેમાંથી કાઉન્સેલીંગ માટે-૨૬૮ બહેનો, પોલીસ સહાય-૦૬, હંગામી આશ્રય-૮૩, તબીબી સહાય-૩૪, કાનુની સહાય-૩૪ મહિલાઓને આપવામાં આવી છે. આ ઉપરાંત લોકડાઉનના સમયમાં કુલ-૩૦ બહેનોને મદદ કરી આ સેવાઓ નિરંતર કાર્ય કરતી રહી છે.
‘સખી' વન સ્ટોપ સેન્ટર દ્વારા વલસાડ જિલ્લામાં હિંસાથી પીડીત મહિલાને એક જ સ્થળેથી તમામ પ્રકારની સુવિધા જેવી કે કાયદાકીય તેમજ પોલીસ સહાય, સામાજિક સમસ્યામાં પરામર્શ, તબીબી સહાય, હંગામી ધોરણે આશ્રય જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. ‘સખી' વન સ્ટોપ સેન્ટરના સુઆયોજન માટે વલસાડ જિલ્લામાં અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની મેનેજમેન્ટ અને દેખરેખ સમિતિની રચના કરવામાં આવી છે. જે આ તમામ ગતિવિધિઓનું સંચાલન કરે છે.
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના સંલગ્ન ‘સખી' વન સ્ટોપ સેન્ટર સેવા કાર્યરત છે. મહિલા હેલ્પલાઇનમાં આવતા કોલમાં જો કોઇ મહિલા કાઉન્સીલિંગની માંગણી કરે અથવા અન્ય સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવા વિનંતી કરે અથવા કોઇ અન્ય મદદની માંગ કરે ત્યારે ‘સખી' વન સ્ટોપ સેન્ટરની મદદ લેવામાં આવે છે. તેમાં ફોન કરનારની વિગત જાહેર કરવામાં આવતી નથી, જેથી જો કોલ અન્ય પીડિતની સહાય માટે કરવામાં આવતો હોય તો જાહેર જનતાને પોતાની ઓળખ બાબતે ચિંતા ન કરતા કોઇપણ જાતના ડર વિના પીડીતાની મદદ કરી શકે છે.



0 Comments